બે રસ્તા છે તારી પાસે મીરા ....
એક જેના ઠકી મેવાડ મા જવાય .....
અને બીજો જે પ્રેમ એવા ગોકુળ મા રહેવાય ...!
હવે નક્કી તારે કરવાનું છે ...
ગૌરવ નો મહેલ મા રોકાશે ...
કે હાથ માં ઝેર નો કટોળો !!
બે રસ્તા છે તારી પાસે સુદામા ....
એક જેના ઠકી દ્વારિકા જવાય .......
અને બીજો અયાચક વ્રત થી પોરબંદર રહેવાય .!
હવે નક્કી તારે કરવાનું
મોટા મહેલો મા રોકાઈશ .....
કે પછી પાછા ઝપડી ના દુઃખણા...!
કહેતા ચાલી નીકળ્યા સુદામા.....
ચપટી તાંદુર નો સ્વાદ માટે.......
શ્રી કૃષ્ણ દોડ્યા જાય ...¡
બે રસ્તા છે તારી પાસે નરસૈંયા....
એક જેના થી આ નાત ના વાળા છોડાય....
જે કૃષ્ણ પ્રેમ ના ગીત ગવાય ....!
હવે નક્કી તારે કરવાનું કે...
કે કૃષ્ણ રંગે રંગાઈ કે ...
નાત ના વાડા મા પુરાઈશ......!
તું તો રંગાનો કૃષ્ણ રંગે...
આવ્યા બની ને મુનિમ ...
ભર્યું મામેરું કુંવરબાઈ નું.....!
હરપાલસિંહ વાઘેલા