*પ્રતીક્ષા*
જીવનની *પ્રતીક્ષા*
પળે પળે વિંટળાય
તોયે પૂર્ણ ન થાય
જિંદગી ને જીવવી છે,
ખાલી જગ્યા પૂરવી છે,
પંક્તિને રેખિત કરવી છે,
ક્યાંક અવતરણ બનવું છે,
અર્ધવિરામ,અલ્પવિરામછે,
અહો! નું આશ્ચર્ય થાય છે,
છતાંય પ્રશ્નાર્થ નહિ પણ...
જિંદગીનું પૂર્ણ વિરામ...,
જરૂર બનવું છે...!
માંગુ વહાલા ભરીશ ને..,
ખાલી જગ્યા લેખા જોખા,
તણી બધી ,જયાં ને ત્યાં,
પંક્તિઓ મુજ આત્મા ની,
અવિરત વણથંભી છે...!
*પ્રતીક્ષા**છે જીવનભરની..!
જયશ્રી પટેલ
૨૫/૨/૨૦૨૦