બકો જમાદાર ૧૪
હવે બકાજોરદારે કહ્યુ તુ તારી રમતમાં ધ્યાન રાખ પણ કેરમ જેવી મજા એને ન આવી કારણ એમા કોઇ પ્રતિસ્પર્ધા જ નહોતી.તે સમજી ગયો ,કેરમ જુનુ એટલુ સોનું જેવી રમત છે.પછીતો સોગટી બાજી કાઢી ને તે રમ્યો. સાપ બાજી રમ્યો ને એને મજા પડી ગઈ.ધીરે રહી બકાજોરદારે તેને દફ્તર આપ્યું તો એતો ખુશ ખુશ થયો.બીજે દિવસે સ્વીમીંગ
ના વર્ગમાં જતો હતો ત્યારે એને ચશ્મા ને કોસ્ચ્યૂમ આપ્યા તો તે ખુશખુશાલ શાળાએ ગયો. રાત્રે તેનું લીસ્ટ લઈ બકાજમાદાર બેઠા
કહ્યુ બેટા તારે હવે આમાંથી કંઈ જોઈએ તો કહે..??
પણ સંસ્કારી બરકેશ સમજી ગયો કે વગર કામની ચીજો જે ઘર મા રખડ્યા કરે એના ખરચા ન કરવા એજ યોગ્ય છે. સારૂ હોય તો વાપરવું જોઈએ. માતા પિતા મહેનત કરે તો આપણે પણ સાથ આપવો જોઈએ ને કોઈનો મહેલ જોઈ આપણી ઝૂંપડી જયા આનંદ હોય તે ન તોડવી જોઈએ.ભણી ગણી
મોટા થઈને આપણા શોખ જો યોગ્ય હોય તે પૂરા કરવા જોઈએ.માતા પિતા આપણને ભણાવે ને એમની હેસિયત પ્રમાણે લાડ પ્યાર કરે તો આપણે પણ તેમની સાથે પ્રેમથી રહેવું જોઈએ તેમની લાગણીને દુખી કરવા કરતા તેમને સુખ આપવું જોઈએ.માટે બાળકો તમે પણ બરકેશની જેમ યોગ્ય અયોગ્યતા મે ઓળખશો તો ખુશ ને હમેશા ખુશ રહેશો.
આટલુ જરૂર તમારી મિત્ર નું કહ્યુ સમજજો.
તમારી મિત્ર
જયશ્રી પટેલ
૧૭/૭/૧૮