Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તા નં ૧૪
બકાજમાદાર નો સંસાર નાનો પણ સમજુ પરિવાર. સંસ્કાર તો એમનાજ બાળકો તમે નાના છો , તમને તમારી મન ગમતી વસ્તુ ન મળે તો તમે યેનકેન પ્રકારે મેળવવા પ્રયત્ન કરો , બરાબર ને??? બકેશર પણ નાનો જ હતો તે ઘણીવાર વિચારતો કે મારી પાસે ઘણું નથી જે મારા મિત્રો પાસે છે, તો હવે હુ પિતાજી અને માતાજી ને કહીશ કે મને લાવી દે. એ તો બેઠો લીસ્ટ બનાવા ને લીસ્ટ તો લાંબુ ચોડું બનતું ગયું ...બકેશર ને થયું આટલુ બધુ?
પછી એણે તો વિચાર કર્યો કે આમાંથી જરૂરિયાતની ચીજો રાખી ને બીનજરૂરિયાત ચીજો હુ કાઢી સકુ!
બકાજોરદાર આ જોયા કરતા હતા, તેઓ તો અક્ષર પણ બોલ્યા નહિ.જોયું કે બકેશર શું શું કાઢે છે જોઉ પછી વાત કરીશ.શાળા માટે નવું દફ્તર, લંચબોક્સ,નવો કંપાસ, પેન્સિલ
ઈમ્પોર્ટેડ, હવે રમવાના બૂટ, શાળાના બૂટ,
નવો સ્વીમીંગ કોસ્ચુ્યૂમ આમ તો સારો જ હતો પણ નવો લેવો જોઈએ...ઘરમાં રમવા વિડિયો ગેમ, કેરમ તો જૂની રમત થઈ ગઈ,અરે મદનિયા પાસે નવુ પેલું હાથમાં ઘૂમાવવાનું..
એ તો મ્યૂઝિક વાળુ જ લેવાયને...આમ શું રદ કરૂને શું નહિ..? વિચારતાને લખતા લખતા તે સૂઈ ગયો.
હવે બકાજોરદારે તો લીસ્ટ લીધું ને વાંચવા લાગ્યા.એમને થયું ખરેખર આ તો એની મનોકામના મારા થી તો નહિ પૂરી થાય તો એને શુ ને કેવી રીતે સમજાવું કે એને દુખ પણ ન થાય ને આનંદથી સમજી જાય. સવારે એમણે જુનુ દફ્તર કાઢ્યું ને એને લઈ એતો ઉપડ્યા મોચી પાસે ને એની પર સરસ મજેના ચામડાના નાના ટૂંકડા પડ્યા હતા તેને હાથેથી લાલ પર લીલો , લીલા પર કાળો ,કાળા પર ગુલાબી રંગના દોરા વાપરી ને સરસ પેચ લગાડ્યા ને ,સરસ એના પટ્ટા પણ બદલ્યા
જુનુ દફતર નવું ને ફેન્સી બની ગયું . ઘરે લાવીને છૂપાવી મૂકી દીધુ.સ્વીમીંગ કોસ્ચ્યૂમ
ને સરસ પીળામાંથી ભૂરો રંગ ચઢાવી દીધો ને બે ત્રણ ફેન્સી બટન લગાડી દીધા.ચશ્માના પાછળ નવું રબર ચઢાવી દીધું. હવે રમતનો વારો આવ્યો તો તેમણે જે મિત્ર ને ત્યા વિડિયો ગેમ હતી તેને ધરે બોલાવ્યો. હવે મિત્ર ને બકેશર એ રમવા બેઠા ને બકાજોરદાર તેમના મિત્રો સાથે કેરમ ત્યા ચાર ને અહીં બે...બકેશરનું ધ્યાન વારંવાર કેરમ તરફ ફરે((આગળ)

Gujarati Story by Jayshree Patel : 111349073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now