તું એટલે......
તું એટલે મારી એ ગઝલ છે..
જેને વર્ણવા મારી પાસે શબ્દો નથી..
તું એટલે મારી એ અધૂરી વાર્તા છે.
જેને કદી હું પૂર્ણ કરવા જ નથી માંગતી....
તું એટલે નવલકથામાં છુપાયેલો એ રાઝ છે..
જેને ક્યારેય હું ઉકેલવા જ નથી માંગતી..
તું એટલે દોસ્તના રૂપમાં એક એવો સાથ છે..
જેને ક્યારેય હું ખોવા નથી માંગતી......
તું એટલે જવાબમાં રહેલો એ પ્રશ્ન છે
જેને ક્યારેય હું પૂછવા જ નથી માંગતી....
તું એટલે હર પળ આવતી એક એવી યાદ છે..
જેને ક્યારેય હું ભૂલવા નથી માંગતી...
તું એટલે ધબકારામાં લખાયેલું એ નામ છે..
જેને ક્યારેય હું ભૂંસવા નથી માંગતી....
તું એટલે મનમાં આવતો એ વિચાર છે..
જેને ક્યારેય હું જવા દેવા નથી માંગતી...
તું એટલે આંશુમાં રહેલી એ ખુશી છે..
જેને ક્યારેય હું બહાર લાવવા નથી માંગતી
તું એટલે આંખોમાં રહેલો એક એવો ચહેરો છે
જેને ક્યારેય હું બતાવવા નથી માંગતી...
તું એટલે કે હૃદયમાં રહેલો એ દીપ છે..
જેને ક્યારેય હું બુઝાવવા નથી માંગતી..
તું એટલે કે મારી ખુશી પાછળની એ લાગણી છે..
જેને ક્યારેય હું જતાવવા નથી માંગતી..
તું એટલે મારા શબ્દો પાછળનો એ અર્થ છે...
જેને ક્યારેય હું સમજાવી શકવાની નથી....
તું એટલે એકાંતમાં રહેલું એ મૌન છે..
જેને ક્યારેય હું તોડવા નથી માંગતી.....
તું એટલે મારી અંદરનો એ શ્વાશ છે...
જેને ક્યારેય હું છોડવા નથી માંગતી.....
તું એટલે સપનાઓમાં રહેલી એ મુલાકાત છે..
જેમાંથી ક્યારેય હું પાછી આવવા નથી માંગતી...
તું એટલે લાગણી પાછળનો એ પ્રેમ છે.
જેનો ક્યારેય અંત હું લાવવા નથી માંગતી...
તું એટલે કે જીવનમાં રહેલો એ ખ્વાબ છે..
જેને હું મૃત્યુ પછી પણ ભૂલવાની નથી....
- Ayushiba jadeja