ગુલાબને પણ ખીલવા કાંટાની વેદના કરવી પડે છે સહન,
તો જીવનમાં સંઘર્ષ વિના સુખની ઝંખના કેમ રખાય?
વૃક્ષને પણ વસંત માટે પાનખર સુધીની રાહ જોવી પડે,
તો પાનખરની રાહ જોયા વગર વસંતની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ?
આંગણે અને દિલરૂપી આંગણામાં બાવળ રોપીને ફૂલોની વાટ જોઈને બેઠો આ મનુષ્ય,
આશા રાખે ફળોની અને વાવેતર થોરનુ,
તો એ કેવી રીતે શક્ય છે?