#મમતા_વાર્તાસ્પર્ધા
મને હતું કે જોડણી બાબતે આપણું બહુ વિશાળ જ્ઞાન નથી, વાર્તાનું બંધારણ વગેરે વિશે પણ ઝાઝી ગતાગમ ન પડે એટલે જીતવાના તો કોઈ ચાન્સ નથી પણ વાર્તા મોકલવામાં શું જાય છે એમ વિચારી લખી નાખ્યું અને આટલું ઓછું હોય એમ એ જ દિવસોમાં મારું પ્રિન્ટર બગડેલું, એની ઇન્ક ખલાસ થઈ ગયેલી...
મેં મારા સ્ટાફના એક છોકરાને મારી વાર્તા વોટ્સેપ કરેલી અને કહેલું કે આની પ્રિન્ટ કઢાવી લાવ. એને બિચારાને એમ કે મેડમે ભૂલ કરી, વાર્તાનું શીર્ષક ભૂલથી મથાળે નહિ પણ બીજા પાના પર રહી ગયું છે એટલે એણે સુધાર્યું અને વાર્તાને મથાળે ટાઇટલ ચોંટાડી પ્રિન્ટ કઢાવી. મારું નામ પણ એણે જાતે વાર્તા નીચે લખ્યું...!
લાસ્ટ ડેટ હતી... વાર્તા મોકલવાની, મેં પ્રિન્ટ જોઈ અને લોચો મરાયો એ ખયાલ આવી ગયો. સ્પર્ધાના નિયમ મુજબ વાર્તાનું શિર્ષક બીજા અલગ પાને આપવાનું હતું, મારું નામ પણ વાર્તાની નીચે નહતું લખવાનું...એનું પણ અલગ પેજ જોઈએ...
હું ભાગી શોપિંગમાં. એ દિવસે ભારે વરસાદ હતો અને બપોરે મોટાભાગની દુકાનો બંધ હતી! છેલ્લે એક જગ્યાએ એક ઝેરોક્ષ વાળાની દુકાન ખુલ્લી જોઈ અને એને મેં સમજાવ્યું કે વાર્તાનું શિર્ષક, મારું નામ અને વાર્તા ત્રણેય અલગ અલગ પેપરમાં આવે એમ કોપી કાઢી આપો. ભગવાન એનું ભલું કરે તે એ ભાઈ મારી વાત સમજ્યો અને એ રીતે કોપી કાઢી આપી. એની પાસે સફેદ એ ફોર સાઇઝના પેપર ખલાસ થઈ જવા આવેલા, એમાંય કેટલીક તડજોડ કરી અને છેવટે જેમતેમ કરીને મેં સ્પર્ધાની શરતો અનુસાર બધું પેક કરી કુરિયર કર્યું...
મારી એ વાર્તા મમતા વાર્તા સ્પર્ધાની પચાસ બેસ્ટ વાર્તામાં સ્થાન પામી છે! 😍😍😍
જ્યાં જરાક પણ આશા ન હોય ત્યાંથી શુભ સમાચાર મળે ત્યારે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જ જાય...!
વાર્તા લખવા ઇચ્છુક મારા દરેક મિત્રને હું એક જ સલાહ આપીશ... દુનિયાનો કોઈ શિક્ષક તમને વાર્તા લખતાં નહિ શીખવી શકે, જે શબ્દો, જે ભાવ તમારા દિલમાંથી ઉભરાઈને વાર્તા રૂપે બહાર આવે એ જ શ્રેષ્ઠ છે! નવું વાંચવાથી, નવું જોવાથી તમને વાર્તા માટેનો પ્લૉટ જરૂર મળી શકે પણ એની ઉપરથી વાર્તા તો તમારે જાતે જ વિચારવી પડશે. તમારી વાર્તા એ તમારા વિચારોનું દર્પણ છે, દરેક પાત્રની માવજત એ તમે પરિસ્થિતિને અને એ વખતે એ પાત્રની મનોસ્થિતિને કેટલી સારી રીતે સમજી શકો છો એ આધારે જ કરી શકવાના...! તો વિચારી શું રહ્યા છો મન કહે ત્યારે વાર્તા લખી નાખવી, ભૂલ થશે તો નવું શીખવા મળશે... અને તમને લખવું પસંદ ના હોય કાય નહીં, હું લખું છું ને એ વાંચતા રહો...😂
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏