કંઇક ઈચ્છાઓ કંઇક મહેચ્છા ઓ લાંબી નથી.
સપના જોવાય એવી ઊંઘ અમારી લાંબી નથી.
એક એક શ્વાસ કિંમતી ને અણમોલ જ હોય છે,
કોઈ પણ અભેરાઈ એવી ના જે અમે આંબી નથી.
જિંદગી ને ધિગાણા સમજી બસ જીવી ગયા અમે,
કયાં ગામડા ના પાદર માં પાળિયા કે ખાભી નથી.
મારી કરી તેમ બધાની કર ઈચ્છાઓ પૂરી અનિલ,
ખબર તો છે જ કે હવે કંઈ જિંદગી લાંબી નથી.
અનિલ ભટ્ટ.