તમને પણ ઊંઘમાં થાય છે જમીન પર પડવાનો અનુભવ? જાણો શું છે તેનું કારણ
દરેક વ્યક્તિને આરામ અને ઊંઘ સૌથી વધારે પ્રિય હોય છે. દિવસભરની દોડધામ પછી રાત્રે ગાઢ ઊંઘ જરૂરી પણ હોય છે. જો કે ગાઢ ઊંઘનું સુખ દરેક વ્યક્તિને મળતું નથી, કારણ કે કેટલાક લોકોની ગાઢ ઊંઘ બિહામણા સપના ઉડાડી દે છે. આવા સપના અનેક પ્રકારના હોઈ શકે છે પરંતુ તેમાં સૌથી વધારે સામાન્ય અને મોટા ભાગના લોકોને સતાવતું સપનું હોય છે ઊંચાઈથી નીચે પટકાવાનું.
ગાઢ ઊંઘમાં સૂતી વ્યક્તિને અચાનક અનુભવ થાય છે કે તે ઊંચાઈથી નીચે પટકાઈ રહ્યા છે. આ અનુભવ ઊંઘમાં થાય છે પણ તેના કારણે ઊંઘ એક ક્ષણમાં ઉડી જાય છે. શું તમને પણ સૂતી વખતે થાય છે જમીન પર અચાનક પટકાવવાનો અનુભવ ? તો આજે જાણી લો આવા સપના કઈ વાતનો કરે છે સંકેત.
એક રીર્સચ અનુસાર સપનામાં આવી રીતે પડવાનો અનુભવ અંદાજે 70 ટકા લોકોને થાય છે. આ ઘટનાક્રમને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. પરંતુ સ્વપ્ન શાસ્ત્રમાં આ અનુભવને પિતૃઓના સંકેત માનવામાં આવે છે. આવા સપનાના માધ્યમથી મૃત પૂર્વજો કોઈ ઘટના તરફ સંકેત કરે છે. જો કે આ ઘટનાને માનસિક તાણ સાથે પણ જોડવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સતત માનસિક તાણમાં રહેતી હોય તો તેને રાત્રે ઊંઘમાં આ પ્રકારના અનુભવ થાય છે.