Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવસ દરમિયાન રાહુકાળ છે સૌથી ખરાબ સમય? જાણો શું છે એ

રાહુ કાળ દિવસનો એવો સમય છે જ્યારે રાહુ પોતાના પૂર્ણ પ્રભાવમાં હોય છે. બીજા અર્થમાં કહીએ તો તે વધું હાવી હોય છે. આ સમયે જો કોઈ શુભ કામ કરવામાં આવે તો તેમાં સફળતા મળતી નથી. જેથી પંડિતો અને જ્યોતિષો આ સમયે શુભ કાર્યો કરવાની ના પાડે છે. તેમાં શુભ કાર્ય કરવું વર્જિત છે.
ગ્રહોના ગોચરમાં તમામ ગ્રહોની એક ચોક્કસ ગતિ હોય છે જેને આધારે દરરોજ એક નિશ્ચિત સમય હોય છે જ્યાં તે ફળ આપવાને વિશેષ શક્તિમાન હોય છે. રાહુનો પણ ચોક્કસ સમય હોય છે, જેને રાહુ કાળ કહે છે. અલગ-અલગ સ્થાનો પર સૂર્યોદય સમય અનુસાર રાહુ કાળની અવધિ પણ અલગ-અલગ હોય છે.

સોમવાર : સવારે 7.30 થી 9 વાગ્યા સુધી મંગળવાર : બપોરે 3 થી 4.30 વાગ્યા સુધી બુધવાર : બપોરે 12 થી 1.30 વાગ્યા સુધી ગુરુવાર : બપોરે 1.30 થી 3 વાગ્યા સુધી શુક્રવાર : સવારે 10.30 થી 12 વાગ્યા સુધી શનિવાર : સવારે 9 થી 10.30 વાગ્યા સુધી રવિવાર : સાંજે 4.30 થી 6 વાગ્યા સુધી રાહુકાળ હોય છે.

નભમંડળમાં તમામ ગ્રહોમાં શનિ અને રાહુએ પંકાયેલા ગ્રહ છે. તેમને સારા ગણવામાં આવતા નથી. તે પાપી મનાય છે. આની પાછળનું કારણ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એ માનવામાં આવે છે કે આ બંને ગ્રહો સારું જોઈ શકતા નથી. તે જ્યાં પણ દ્રષ્ટિ કરે છે ત્યાં અશુભ ફળ આપે છે. આપણા ધર્મ ગ્રંથોમાં રાહુને શુભ કાર્યોમાં અડચણો નાખનારો ગ્રહ કહેવાય છે. જેથી રાહુ કાળમાં કોઈ પણ શુભ કાર્ય કે પ્રવાસ કરવો નહિં.
કેવી રીતે જાણવો રાહુ કાળ ?

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખા દિવસને આઠ બરાબર ભાગોમાં વહેંચવામાં આવે છે. તેમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે 12કલાકનું અંતર હોય છે. આ 12 કલાકને 8 સરખા ભાગોમાં વહેંચવામાં આવે તો એક ભાગ દોઢ કલાકનો આવશે. અલગ-અલગ સ્થાનોએ સૂર્યોદય-સૂર્યાસ્ત અલગ હોવાથી આ સમયમાં કેટલાંક મિનિટોનું અંતર થઈ શકે છે.

ક્યારે આવે છે રાહુ કાળ?

રાહુ કાળ ક્યારેય દિવસના પહેલા ભાગમાં નથી આવતો. આ ક્યારેક બપોરે કે સાંજના સમયે આવે છે અને સૂર્યાસ્ત પહેલા જ આવે છે. રાત્રે ક્યારેય રાહુ કાળ થતો નથી. રાહુકાળનો સમય સોમવારે દિવસના બીજા ભાગમાં શનિવારે દિવસે ત્રીજા ભાગમાં શુક્રવારે દિવસના ચોથા ભાગમાં બુધવારે દિવસના પાંચમા ભાગમાં ગુરુવારે દિવસના છઠ્ઠા ભાગમાં મંગળવારે દિવસના સાતમાં ભાગમાં રવિવારે દિવસના આઠમાં ભાગમાં આવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111348488
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now