Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૂર્યના અશુભ પ્રભાવને દૂર કરવા કરો આ 3 સરળ ઉપાય, સુખના સમય થશે શરૂ

કુંડળીનો જો કોઈ ગ્રહ અશુભ પ્રભાવ પાડી રહ્યો હોય તો તેને સુધારવાના અનેક ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવા માટે મોટો ખર્ચ કરવો પડતો નથી. ઘરેલુ ઉપાય કરીને પણ વ્યક્તિ પોતાની સ્થિતીને સુધારી શકે છે અને જીવનમાં ગ્રહદોષના કારણે સર્જાતી સમસ્યાઓથી બચી શકે છે. આજે જાણો સૂર્ય પીડા નિવારવાના સરળ ઉપાયો વિશે. આ ઉપાયો રવિવારે કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

સૂર્ય જો અશુભ સ્થિતીમાં હોય તો જાતક ખોટું બોલે છે, કપટ કરે છે, પોતાના અધિકારોનો દુરઉપયોગ કરે છે. આવા જાતક જીદ્દી હોવાની સાથે વિશ્વાસઘાતી પણ બની જાય છે. આવી સ્થિતીમાંથી બચવા માટે નીચે દર્શાવેલા 3 સરળ ઉપાય કરવાથી લાભ થશે.

1. સૂર્ય પીડાથી બચવા માટે જાતકે રવિવારે ખસ, એલચી, કેસર, મુલેઠી મિશ્રીત પાણીથી સ્નાન કરવું જોઈએ. તેનાથી સૂર્યનો ખરાબ પ્રભાવ ઘટી જાય છે.
2. સૂર્ય પીડા નિવારવા માટે ‘ॐ ઘૃણિ: સૂર્યાય નમ:’ અથવા ‘ॐ હ્રાં હ્રીં હ્રૌં સ:’ મંત્રનો જાપ કરવો. આ મંત્રની શક્ય હોય તેટલી માળા કરવી. જો કે રવિવારે શુભ મુહૂર્તમાં એક સ્થાન પર બેસીને 7000 મંત્રજાપ કરવાથી ઉત્તમ ફળ મળે છે.
3. સૂર્યના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે 12 રવિવારનું વ્રત કરવાથી લાભ થાય છે. આ વ્રત દરમિયાન જે પણ આહાર ગ્રહણ કરો તેમાં મીઠાંનો ઉપયોગ ન કરવો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111348315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now