.તારી આંખનો અફીણી,
તારા બોલનો બંધાણી.........
આ ગીતના રાગમાં નીચે લખેલું ગીત ગાજો, મઝા આવશે.....
તારી આંખથી ડરનારો,
તારા બોલથી બીનારો,
તારી ધાકમાં જીવનારો પાગલ એકલો.
તારી આંખથી ડરનારો.......
લોકો રમે કેન્ડીક્રશસાગા,
આપણે ટોમ એન્ડ જેરી
માથે ટાલ કહે મારી હાલત,
પ્રીત કરી પછતાયો,
તારી ચાકરી કરનાર ચાકર સેવક એકલો.
તારી આંખથી ડરનારો.......
તું દોરડું હું ગરગડી,
તારાજ્ ઇશારે ફરતો
અગવડ સગવડ જોયા વીના
જે નીરે તે ચરતો.
તારા વાડાનો બીચારો બકરો એકલો.
તારી આંખથી ડરનારો.......
ધીમો ધીમો ભરડો તારો,
ધીમી કંઇક સજાઓ
કરમ કરે છે નશીબમાં
અજીબ અજીબ અદાઓ,
તારી અજબ ગજબ માંગણીઓ પોસતો પાગલ એકલો.
તારી આંખથી ડરનારો.......
તું એટીએમ કાર્ડ ધારક,
હું પાસબુક વાળો
તું રાખે ક્રેડીટ કાર્ડ ને
હું ડેબીટ વાળો
તારા મોબાઇલ રીચાર્જ કરનાર મુરખ એકલો.
તારી આંખથી ડરનારો........
તાપની જેમ જાતી આગળથી પાછળ,
થાય પડછાયો મોટો,
એ જોઇ સદા મલકાતી,
સોધે છાંયડો મારો
તારા તાપમાં કરમાતો રામો એકલો.
તારી આંખથી ડરનારો......
મરી ગયાં જીવન ના સ્વપ્નો,
એકલ પંડે રોતો
ઝલક તારી જોતાં વેત,
રોજ તારી આરતી ગાતો.
તારી પાનીને પગ રસ્તે ચાલું એકલો.
તારી આંખથી ડરનારો......