એ લાલ વરસાદી સાંજ હતી
જયાં બહું બધું વરસતું હતું
એ અનાધાર અનરાધાર હતા
સામ્યત્વ બધાનું માત્ર એક હતું
બધા જમીનને ભીની કરતાં હતાં
કયાંક મીઠું કોઈ ખારું ને એક સ્નિગ્ધ હતું
ગંધ કદાચ ત્રણેયમાં લાગતી નહોતી
એ લાલ વરસાદી સાંજ હતી
બધાય તૂટતા જ બહાર આવ્યા હતા
ક્યાંક ઈન્દ્ર થી વાદળો તુટ્યા હતા
અને ઓ બંન્ને હ્રદય તૂટવા થી જ કદાચ
વર્ણનું સામ્યત્વ મૌસમ જેવું જ હતું
ઘોર ઘેરાયેલ વાદળો નીચે વર્ષા હતી
એનો આછો ધવલ વર્ણ આંસુ નો હતો
ઈન્દ્રગોપ નો વર્ણ લોહીમાં પણ હતો
એ લાલ વરસાદી સાંજ હતી
Always aman (poems of aman)