Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધ

#સંબંધ

સંબંધ તાળી ની જેમ કાં તો વાગે અથવા તમાચા ની જેમ લાગે.. એટલે કે બે વ્યક્તિ સાથે મળી જો સંબંધ સાચવવાના પ્રયાસ કરે તો તાળીની જેમ મસ્ત અવાજ સાથે ઊર્જા પણ ઉત્પન્ન થાય જ્યારે એક જ વ્યક્તિ પ્રયત્ન કરે ત્યારે તે જ વ્યક્તિ ને તમાચો પડ્યો હોય એવું જ અનુભવાય. ઘણી વખત આપણી ઈચ્છા ન હોય એવા સબંધ નો બંધ બાંધવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જે તૂટવાનો જ હોય છે. મન સાથે જે સંબંધ જળવાઈ તે જ બંધ સાચો બંધાઈ.
જાળવવા પડે જ્યાં વ્યવહાર ત્યાં સબંધ જળવાતો નથી. સંબંધ તો એવો હોય કે વ્યવહાર સચવાઈ જાય છતાં તમને ખ્યાલ જ ન આવે. જ્યારે સબંધ માં ભાર લાગવા માંડે ત્યારે તે સબંધ ને પડતો મૂકી હળવા થઈ જવું જોઈએ.

કારણ કોઈ પણ હોય,
જો તમે અધવચ્ચેથી છોડી શક્યા

તો કદાચ એ 'રમત' હશે...

'સંબંધ' નહીં !.....🐧 unknown

સબંધમાં રમત રમવાની કળા છે જે બધાને !ન આવડે અને જેને આવડે એ રમત તો રમી જાણે પણ સબંધની સુંદરતા ખોઈ જાણે છે 😊
સબંધ અકબંધ હોય હા ક્યારેક એ રસ્તા ના વણાંકોમાં ખોવાય જાય છે પણ જો એ સબંધ સાચા હશે તો એ કિલોમિટરોના ફાંટા પછી પણ એવા જ હશે ને જો રમત હશે તો એ સમયને આધિન હશે સમય પૂરો ખેલ ખતમ ને એ રમાતી રમતમા હારજીત કરતા પૂર્ણાહૂતિ અગત્યની હોય છે 😊

સોશ્યલ મીડિયામાં સંબંધ જીવવા ના ઓછા અને દેખાડવાના વધુ થઈ ગયા છે. કરવું પડે એટલા પૂરતા જ ઘણાં સંબંધ ટકેલા છે. લોકો ને દેખાડવા જ સંબંધ જળવાયેલા છે બાકી અંદર ખાને તો માણસ પણ તૂટેલો હોય છે. શુભેચ્છા થી લઇ સાંત્વના પણ ફેક્ થઈ રહી છે. રિયલ વ્યક્તિત્વ જ જડતું નથી. કહેવું પડે અને કરવું પડે માં ઈચ્છા તો ગુમ થઈ ગઈ છે. અરીસો દેખાડનાર મિત્રો કે સબંધીઓ થી દુર વાહ વાહ ની ખોટી વાતો કરતાં લોકો ના ઝુંડ વચ્ચે રહેવા લાગ્યા છીએ. બ્લૂ ટિક માર્ક સાથે જીવન જીવવા લાગ્યા છીએ. પ્રેમ નહીં
Attentionના ભૂખ્યા થઈ ગયા છીએ. {#માતંગી }

Gujarati Blog by Matangi Mankad Oza : 111348107
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now