“મે કહ્યુને મગજની નસ ખેંચમાં , કેટલી વાર તને કહેવાનું , કંઈ સમજતી જ નથી “ માનસ કોલમાં કિંજલને કહેતો હતો . આ એ સમય હતો જ્યા સંજોગના સથવારે જુદા થવાનુ હતું . જીદગીના રંગ સપના પર અમાસની કાળી બિંદી લગાવવાની હતી . કઠોરતાની મુશ્કેલ પરિક્ષા હતી .
“પણ તુ અહીં નહી આવે , હુ તને મળવા નથી માંગતી , તારું મોઢું જેવા પણ રાજી નથી હુ , ધેટ્સ સોલ ..” કિંજલ પર પણ ગુસ્સાનું જનુન સવાર હતું . માનસની બિછાવેલ ઝાળ સફળતા તરફ જઈ રહી હતી .
પાંચ વરસના સંબંધો ફક્ત પાંચ મીનીટમા પુર્ણ કરવાના હતા . આ સંબંધોના પુર્ણવિરામ પર કોઈને તો બદનામ થવું જ પડશે . કોઈને શાબ્દિક હદ પાર કરવી જ પડશે . કોઈને તો કુરબાની આપવી જ પડશે . બસ એ કુરબાની માનસે આપી . આજે પણ કિંજલના મસ્તિકમા એ જ સવાલ ગુથાતો હશે “માનસે એમ આવા શબ્દોનો પ્રયોગ કર્યો .... શુ ખરેખર તે તેને ધિક્કારે છે ? ... શુ પાંચ વરસની સફરની આ સજા હશે ?”
રાત દિવસ એક કરી પોતાની હિંમત ભેગી કરી પ્રેમના બંધન તોડવા ઉતાવળા બનેલા માનસને તે સમયે સમજવો ખુબ અઘરો હતો . જેને જીદગીની વાસ્તવિકતાના પાઠ કહેલા એવો દોસ્ત પણ એ સમયે માનસને સમજી ન શક્યો . જીદગીની આંટી ઘુટી માથી પસાર થઈ ફક્ત યાદોના મંજર સિવાય કંઈ જ નહોતુ છતા તે સ્થિતિનો સ્વીકાર કર્યો .
તો શુ આ માનસની કુરબાની હતી ...? હરગિજ નહી , આ માનસની ફરજ હતી પોતાના પ્રિયપાત્રને ઉચ્ચ શિખર આરુઢ કરવાની , તેમના સપના પુર્ણ કરવાની , તેમની જીદગીને નિખારવાની . બહુ મુશ્કેલ હતું કોલમાં તોછડા શબ્દો બોલવા , મોઢા માથી અશબ્દોની વાણી હતી અને આંખોમાં આંશુની ધારા હતી . ફાઈનલ બ્રેકઅપ કરવું જ હતું કોઈપણ ભોગે .
અને સામેના છેડે પણ કિંજલ બ્રેકઅપ માટે તૈયાર હતી , કોઈ દિવસ તેને સાંભળ્યા નહી હોય તે શબ્દો સાંભળવા મળ્યા . તેને જેના પર પુર્ણ વિશ્વાસ હતો તે જ વ્યક્તિ તેનો વિશ્વાસ તોડે છે તેવા એંધાણ થવા લાગ્યા . અને માનસ પાસે પણ શાબ્દિક વિશ્વાસ તોડવા સિવાય કોઈ ઉપાય નજર સામે નહોતો . માનસ જાણતો હતો કોઈપણ સંબધ તોડવા માટે ફક્ત શબ્દો જ કાફી છે . ત્યાં કોઈ હથિયારની જરૂર નથી હોતી . તમારી બોલીથી જ તમે તેમની નજરમાં નીચા થઈ જાવ છો .
આ એક એવી સ્ટોરી કે જેનો એક માત્ર સાક્ષી છુ . જેને ક્યાંય ઉલ્લેખવામા નહી આવે બસ માનસ અને કિંજલ જ જાણે છે પાંચ વરસની પ્રિત ઘડીમાં તુટીએ .........
આજે પણ જ્યારે માનસને જોવું છુ ત્યારે લાગે છે હજુ પણ તેના દિલમાં કિંજલ ધબકારાની માફક ધબકે છે . તેના સ્મિતમાં કિંજલની ખુશી છલકે છે . સામે કિંજલની તો ખબર નથી . તે પણ માનસની યાદમાં તરબોળ હશે અથવા માનસ પ્રત્યે ક્રોધાભાવે દ્રષ્ટિ પાત કરતી હશે .
જે હોય તે પણ માનસનો બ્રેકઅપનો પ્રયાસ સફળ થયો .......
મનોજ સંતોકી માનસ