#જીદકેપસંદગી ....??
કોફી તો પસંદગી જીદ તો ચા જ....હોટ તો ચા ભાવે બાકી કોફી તો કોલ્ડ જ....આ જીદ ને પસંદગી બંને શબ્દો ક્યાંક ગુંચવાતા હોય એવું લાગે. સામાન્યરીતે પસંદગી એટલે વિકલ્પમાંથી ગમતું પસંદ કરવું અને જીદ એટલે કોઈ એક વસ્તુને પકડી રાખવી, પણ ઘણી વખત પસંદગીમાં એવું થાય કે વિકલ્પો હોય પણ બસ નામના અને જીદમાં એવું થાય કે આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ હોય જ નહીં એટલે એ આપણી જીદ બની ગઈ હોય. જ્યારે આવું બને ત્યારે પસંદગીને જીદમાં ને જીદને પસંદગીમાં બદલતા વાર નથી લાગતી....🖊જાગૃતિ તન્ના "જાનકી"