પૂ.શ્રી રમણબાપાની અમૃતવાણી આજની અમૃતવાણીમાં એવું આવ્યું કે 'જ્ઞાન થઈ જાય તે પણ પાછળથી ખબર પડે. ' તો
પ્રશ્ન થાય કે શું ખરેખર એવું થાય કે જ્ઞાન થઈ જાય અને તેની પોતાને જ ખબર ન પડે?
તો આ વાતની પ્રતીતિ કરાવતો પૂ શ્રી રમણબાપાનો એક પ્રસંગ કહેવાનું મન થાય છે.
જામનગરમાં પૂ.બાપા સાથે
વિનુબેનના ઘેરથી નીકળી
રિક્ષામાં બેસી સેતાવાડ વાતો કરતા જતા હતા. રસ્તામાં હવાઈ ચોક પાસે આ લખનારે પૂ. બાપાને તેમના જ એક ભજનની પંક્તિ સંભળાવી. જે આ પ્રમાણે હતી.
" મને લાગે આ દુનિયા છે
મારી, મારી માયાને મેં જ
વિસ્તારી, મારા અંતરમાં
એક મેં શૂન્ય દીઠું,
શૂન્યમાંથી સઘળું મેં
સર્જન કીધું, મેં સર્જન
કીધું. "
આ પંક્તિ સાંભળી બાપાએ પૂછ્યું, તને શું લાગે છે, મને જ્ઞાન થઈ ગયું હશે?
આ લખનારે કહ્યું, બાપા, આ
પંક્તિઓમાં આત્મજ્ઞાનની સ્પષ્ટ ઝલક છે અને તે અનુભવ વગર તો આવે જ નહી. બાપા કહે, આ પંક્તિઓ સાંભળી આનંદ પણ થયો અને આશ્ચર્ય પણ થયું એટલે સહજ પૂછાઈ ગયું. આ ભજન ક્યારે અને ક્યાં ગવાયું એની મને જ ખબર નથી. પણ સાંભળીને ખૂબ આનંદ થયો. "
🌺 જય શ્રી નિરપેક્ષાનંદ મહારાજ 🌺🙏🙏🙏