Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બકો જમાદાર ૧૩

વાર્તા ન:૧૩
નમસ્તે બાળકો,
મંગળવાર તો આવી ગયો..કેવો મજાનો હોયછે
નહિ?બધાની વાર્તા સાંભળો ને વાંચો છો..?ચાલો આજે આપણે બકાજમાદારના જીવનમાં
ફરી ડોકિયું કરી આવીએ..!
વાર્તા ન ૧૩
બકાજમાદારનીત્ય નવું વાંચવા જોઈએ તેથી તેમને ખૂબ જ્ઞાન હતું . રોજ પક્ષીઓ વિશે
વાંચેને અભ્યાસ પણ કરે .સામાન્ય ચકલી ,કબૂતર,હોલો, હંસ,પોપટ,મેના..ને રંગબેરંગી પીંછા વાળો મોર..બધા વિશે વાંચે.
એકવાર એમના મિત્ર ઘેંટાભાઈ એ કહ્યુ કે મે
તળાવમાં આજે બે હંસ તરતા જોયા સુંદર હતા. પણ એમની વાત પરથી લાગ્યું કે ચિંતિત
હતા! બકાજમાદારને થયું મારે પણ ત્યાં જઈ એમની વાત સાંભળવી પડશે.એ તો ઉપડ્યા ને ઉભા રહ્યા તળાવની પાળીએ.
ઘણો સમય વિત્યો પણ હંસ કે હંસની તો
તરતા દેખાયા નહિ ન કંઈ એંધાણ મળ્યા.નિરાશ થઈ પાછા આવ્યા.ખાધુ ન ખાધું કરી સૂઈ ગયા.પણ નિંદર વેરણ થઈ ગઈ.શુુ બન્યું હશે..?કેમ ચિંતા કરતા હશે?જુઓ બાળકો કેવા ભલા હતા બકાજમાદાર કે એમને
હંસની ચિંતા થતી હતી.આપણે પણ ક્યારે મિત્રના સંકટને સમજીએ ,એનાથી ન રિસાઈએ પણ એનુ અંતર મન ઓળખિએ તો કદી કડવાશ ન રહે જીવનમાં.
બીજે દિવસે વહેલા ઉઠીને પહોંચ્યા ને ઉભા રહ્યા.સાંભળ્યુ કે તળાવમાં એક ઝેરી સાપ ક્યાંકથી આવી ચઢ્યો છેને ગામના છોકરાઓ તરવા આવે,ઢોરા પાણી પીવા આવે,આ બધાને જો નુકશાન કરી દેશે તો હવે
એને કાઢવો રહ્યો.જુઓ ઘરમાં આવેલા મહેમાન
ને એમ થોડો કાઢી મૂકાય?”અતિથિ દેવો ભવ”
હવે શું કરે કે સાપ મરે પણ નહિ ને લાઠી તૂટે પણ નહિ...
બકાજમાદારેનક્કી કર્યુ કે સાપ સાથે નોળિયાભાઈને મેળાપ કરાવી દઈએ ત્યાં સુધી
બધા જીવજંતુ,ઢોર ઢાંકર બધાને તળાવ પાસે
જવાની મનાય ફરમાવામાં આવી.નોળિયાભાઈ
તો તળાવ પાસે ગયાને ફરવા લાગ્યા..સાપને નોળિયાને બાપદાદા ના વેર..સાપ તો સડસડાટ તળાવના કિનારે આવ્યો ને ગર્વથી
ફેણ ઊંચી કરી જોરજોરથી ફુત્કાર કરવા લાગ્યો.નોળિયાએ સમજાવ્યું કે તળાવ અમારે
માટે ખૂબ મહત્વનું છે માટે તમે બંધુ આ તળાવ છોડી જાવ તો સારૂ.અભિમાની સાપ તો ન માન્યો ,હવે શું કરવું લઢે વઢે તો મારામારી થાય ને એ કરવી નહોતી.નિશાનબાજ બાજ ભાઈને બોલાવ્યા કે હવે તમે રસ્તો કાઢો.જુઓ
બાળકો બકાજમાદાર હિંસા કર્યા વગર નિકાલ
લાવવા માંગતા હતા,બાજે નક્કી કર્યુ કે એમને
પંજા મા ઊંચકી ને જંગલમાં ફેંકી આવું ,પણ
સાપ તો હાથમાં જ ન આવે .સાપને તો બહુ
મજા આવી ગઈ ,બધાને હેરાન કરવાની.બરકેશ ને તેની તોફાની ટોળી આવી
પહોંચી,એમા રામા મદારી નો દીકરો પણ હતો,
એણે યુક્તિ કરી કે હવે એની મસ્તી ઓછી કરવી રહી.જુઓ બાળકો હળીમળી ને ન રહીએ ને તો ક્યારેક મોટી ક્ષતિ ભોગવવી પડે.
સાપને લલચાવવા ને એણે સાપને પકડ્યો ને
પછી એને બેભાન કરી એના ઝેરીલા દાંતજ
કાઢી નાંખ્યા.પછી એને છોડી મૂક્યો . હવે ન તો એ કોઈને ડંખ મારી શકે ન કોઈને ઝેર ચઢે
કોઈ એનાથી ડરે પણ નહિ.જુઓ જાણી જોઈને સાપે પોતાની જિંદગી પોતાના ગુણધર્મ
વગર જીવવાનો વારો આવ્યો.બકા જમાદાર તો એનું ભલું ઈચ્છતા હતા એણે પોતેજ પોતાના હાલ ધોબીના કૂતરા જેવા કર્યા ન રહ્યો ઘરનો ન રહ્યો ઘાટનો.હંસ ને હંસિની એ બકા જોરદારને આભાર માન્યો ને મદારી ના પુત્રનો પણ. બધે ખુશી ફેલાઈ ગઈ.
માટે બાળકો પરિસ્થિતિને અનુકળ થઈને બધા સાથે હળીમળીને રહેતા શીખીએ તો માન થી
ને આનંદ મા રહી સકીએ.
માનશો ને માનપૂર્વક જીવવાનું ..તમારી મિત્ર શ્રીની વાત.
જયશ્રી.પટેલ

Gujarati Story by Jayshree Patel : 111347313
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now