શીર્ષક :- પ્રોસ્ટિટ્યૂટની પીડા
#Kavyotsav2
એ મને ચુંબન કરે જોરથી
મારાં અંગોને ચાટે, એને પંપાળે
ને ક્યારેક રીતસરનો ચૂંથે
એની વાસના સંતોષે મારાંથી
હું આ બધું જ
ચૂપચાપ જોઈ રહું
ને બધું થવા દઉં
કારણ ...
મારી પાસે તો આ જ છે !
મારું આ રૂપ 'કિંમતી'
ને "ખાલી પેટ"
પણ આખરે
જેવું એને ભાન આવે'
એની પ્યાસ બુજાય !
એવો તરત જ
એ ઉભો થઈ ચાલ્યો જાય
કંઈપણ બોલ્યા વગર
માત્ર પૈસા ફેંકીને !
ને મને યાદ કરાવતો જાય
કે 'હું' એ
એક ચીજ છું
ને આ જ મારી 'કિંમત' !!
- અરવિંદ 'ખાનાબદોશ'