સમય ક્યારેય સારો કે નબળો નથી હોતો,
તમારી અપેક્ષાઓ જ પૂર્ણ કે અધૂરી હોય છે.
પ્રયત્ન માટે સમય ક્યારેય right કે wrong નથી હોતો,
તમારી ઈચ્છા જ પ્રબળ કે નિર્બળ હોય છે.
સફળતા ક્યારેય વહેલી કે મોડી નથી હોતી,
તમારા નિર્ણયો જ વહેલા કે મોડા હોય છે.
જીવન ક્યારેય સુખી કે દુઃખી નથી હોતું,
તમારી લાગણીઓની પ્રતિક્રિયા જ સુખદ કે દુઃખદ હોય છે.
કોઈપણ વ્યક્તિ પોતીકું કે પરાયું નથી હોતું,
એ વ્યક્તિ સાથે વિતાવેલ સમય જ વધુ કે ઓછો હોય છે.
- અંતરનું ઊંડાણ.