એકજ વંદના સમાનતા ની
-------------------------------
એક અલ્લા એજ ઈશ્વર એજ રહીમ એકજ બધી પ્રભુતા
એક તરફ વાત સમાનતા ની બીજી તરફ વાત જાતિવાદ ની અજ્ઞાનતા ની
હું બ્રાહ્મણ ,હું ક્ષત્રીય, હું વૈશ્ય ,હું શુદ્ર એવી
ઘોર માનસિકતા આ સમાજ ની
કાપી જોઉં જો લોઈ સર્વ નું એક જ દેખાણી રંગતતા
રાતો રંગ એનો એમાજ ખાલી દેખાઈ સમાનતા
કાલા ગોરા ની વાત જુદી ને જુદી વાત ધનિક ને દરિદ્રતા
શીદને માનવ આમ ફસાણો ,શુ આજ તારી માનવતા?
બચપણ માં ખૂબ ખેલ્યાં જેની સંગાથે,
સમજણ આવતા એની સામે ભારોભાર આવી જાતિવાદીતા
કેટલાય પ્રેમ નો અંત આણ્યો બસ કારણ એક આ જાતી ની અસમાનતા
ધર્મ, ,દંભ, જાતી ને કુળ શુ છે એ વરવી માનસિકતા?
હે માનવ તું ક્યારે સમજે ભાગવાની સુંદર અસ્મિતા
દરેક ને સમાન ગણી એને આપ્યો અવતાર છે એ ફરીસ્તા
જાતિભેદ ને ભૂલી બનો મિસાલ એક એજ વંદન સસ્મિતા
ભાવુ ગ. જાદવ