તું એટલે મારો ઉજાસ
............................
ભાવુ ગ. જાદવ
....................
દિવસ નો ઉજાસ છે ,રાત્રી નો અંધકાર છે.
છે બધું જ પાસે , તોય મન ઉદાસ છે
શુ કહું હું નિશબ્દ મન ની લાગણીઓને પેલે પાર
તારી ને મારી પ્રીત વચ્ચે ઝાઝો વિરામ છે
એક હું તને મેળવવા મથું દિનરાત
ને એક તું મારી નિસ્વાર્થ પ્રીત થી અજાણ છે
છે શબ્દ એવા ભેદી મૌન તણા તારી આંખો માં
કે જેને વાંચવા મારી આંખો અભણ છે
હજુ પણ વેદના આ વસમી લાગે તુજ વિના
ને તારી સાથે એક પળ પણ લાગે વરસાદ છે
છું દૂર તારાથી એતો કિસ્મત છે
પણ ભાવુ તુજ મારી ખુશી નો એક ઉજાસ છે
ચાલ તોડીયે આ ભેદી મૌન નઝરો નું
ને માણીયે પછી સફર જેમાં બસ તારો સાથ છે
..........................
દોસ્તો મારી કવિતા ગમે તો like કરજો
મને મોટિવેશન મળશે