દુઃખ ઝેલવાનો મારો સ્વભાવ થઈ ગયો,
જીવનમાં એક એવો બનાવ બની ગયો;
કેવો નિખાલસ હતો પ્રેમ મારો,
આજે એક અઘરો સવાલ બની ગયો;
કેવો અતૂટ હતો વિશ્વાસ મારો,
આજે એક તૂટેલો તાંતણો બની ગયો;
કેવો અડગ હતો પ્રેમ મારો,
આજે એકદમ તૂટીને ડગમગી ગયો;
કેવો સરળ હતો સ્વભાવ મારો,
આજે એક ગૂંચવાડો બની ગયો;
કેવો હસતો રહેતો ચહેરો મારો,
આજે એક ઉદાસીનો પર્યાય બની ગયો..!!
- પંકજ ગોસ્વામી