Gujarati Quote in Motivational by R G POSHIYA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહેનત એ જ કલ્યાણ તું સમજ,
શોર્ટકટ એ ગલત ખ્યાલ તું સમજ.

ઠેબે ચડીશ તો ફંગોળાઈ જઈશ,
વ્હેમમાં કદી ન જીવાય તું સમજ.

આ જુવાની જ છે નશીલી એટલી!
કે પચે એટલું જ પીવાય તું સમજ.

વ્યર્થ કરે છે કોશિશ એને પામવાની,
એ બૂંદ ચાતકથી જીલાય તું સમજ.

કાતર લઈ બેઠો છે વેંતરવા જીંદગીને,
એમ કફન ખુદથી ન સીયાવ તું સમજ.

શીખી લે રફ્તારને કાબૂમા રાખતા હવે,
સમયને જ્યાં-ત્યાં ન અથડાવ તું સમજ.

Gujarati Motivational by R G POSHIYA : 111346568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now