ખૂબ તને તકલીફ પહોંચાડી છે, તું સજા કર,
ને ઈશારો મારો એક જ હોય છે તું મજા કર
.
બે ફીકર છું તારી કોઈપણ હરકત વિશે સદા,
ઊભો છું પહાડ જેમ, દુ:ખ તું આવ જા કર.
એમ તારાથી ડરી જાવ એવો બીકણ હું નથી,
મોત, એવું ના કહ્યા કર ખોળિયું ખાલસા કર.
મને રીઢો ગુનેગાર સમજીને છો ને આમ બેઠો,
સમય છે તારો,ત્યા લગી ફાવે તેવા કાયદા કર.