જરા ઊંડો તો ઉતર ખુબ સરસ માણસ છે,
વિદ્વતાને મૂક પડતી સાવ સરળ માણસ છે.
તારી ચાલાકીને છોડી એકવાર જા તો ખરો,
ગમે ત્યારે જાન દઈ દે એવો મરદ માણસ છે.
તારા દાવપેચમાં ન કર કોશિશ ફસાવવાની,
હાથા લગી ઝીંકી દે એવો જલદ માણસ છે.
કાયમ પારખવામાં થાપ ખાય ગયાં આપણે,
આપણી જ માટીનો સાવ અલગ માણસ છે.
કશું બોલતો નથી એટલે ગમાર છે એવું નથી,
ઉર્મિલા સમો નિ:શબ્દ એ સમરથ માણસ છે.