હું ને મારી પાટી
-------------------
પેન ને પાટી મારી કેવી તે લીસી
હું ને મારી પાટીધોઈ ધોઈ ને સાફ કેવી હું સાફ કરતી..
રોજ એમાં આમતેમ નાના મોટા ચિતરડા ચિતરતી..
ને મમી મારી એ જોઈ ખિજાતી
2 -4 આંકડા પાડી પાટી માં ખુદ ને જાણે ગણિત ના આઇસ્ટાઈન સમજતી😊
રોજ નિશાળે જતા ટાઈમ સ્કૂલબેગ માં મુકતા વખતે કેવી મસ્ત મુસ્કાતી..
બેગ ના નાના બકોરા માંથી ટગર ટગર કેવું મને જોયા કરતી..
ઠુમક ઠુમક હું ચાલુ એમ એ પણ હરખ થઈ છલકાતી..
અક્ષતજ્ઞાન ની દેવી સમાન તું છતાં મારી દોસ્ત બની જતી
લેશ માત્ર પણ અભિમાન નહિ એને એતો મારી જ દોસ્તીમાં મલકાતી
જેવો ટકોરો 5 નો પડતો ધમાચકડી મચી જતી
ઘેર જતા પછી આખા રસ્તે મારી પેલા એ બેગ માં ગોઠવાઈ જતી
હું ને મારી પાટી અલકમલક ની વાતો કરતા પછી એવું ભાન ભુલાવતી
1 km ના રસ્તા ને જાણે ઘડીભર નો કરી જાતિ
હું ને મારી પાટી...ભાવુ ગણપતભાઈ. જાદવ
મારી દરેક ઓરીજનલ રચના છે જેની નોંધ લેવી કોપી રાઇટ્સ એકટ હેઠળ