Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Best Time Of Worship

પૂજા માટે સવારનો સમય કેમ સૌથી શ્રેષ્ઠ હોય છે ?

ભગવાનની પૂજા માટે સવારનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આમ તો દિવસમાં સાચા મનથી પરમાત્માની આરાધના કરી શકાય છે, પરંતુ બ્રહ્મ મૂહુર્તમાં પૂજા કરવાનું વિશેષ મહત્વ છે, કારણ કે સવાર-સવારમાં આપણું મન એકાગ્રતાચિત્ત રહે છે. ઊંઘથી જાગ્યા પછી મન શાંત અને સ્થિર રહે છે. બીજી બાબતોથી આપણું મગજ અલિપ્ત હોય છે. ભગવાનની ભક્તિ માટે મનની એકાગ્રતા ખૂબ જ જરૂરી છે.

દિવસમાં અશાંત થઈ જાય છે મનઃ-

સવાર પછી કોઈ અન્ય સમયમાં આપણે અનેક કામ કરતા રહીએ છી, જે આપણા મસ્તિષ્કને પૂરી રીતે પ્રભાવિત કરે છે. આ કામથી મન અશાંત થઈ જાય છે, ઘણી વાર ખરાબ અને અધાર્મિક વાતોમાં મન ગુંચવાઈ જાય છે. એવી વખતે પૂજા કરી શકવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આ વાતનું ધ્યાન રાખીને જ બ્રહ્મ મૂહુર્તને પૂજા વગેરે કાર્યો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

સવારે પૂજા કરવાથી મળે છે આ લાભઃ-

ભગવાનની આવી પૂજાથી જ પ્રસન્ન થાય છે, જ્યાં શાંતિ હોય અને કોઈપણ પ્રકારની અધાર્મીક વાતો ન થતી હોય. સવારે કરવામાં આવતી પૂજાના પ્રભાવથી આપણા મનને એટલું બળ મળે છે કે દિવસભરનો સંપૂર્ણ તણાવ આપણે આસાનીથી સહન કરી શકીએ છીએ. મગજ તેજીથી ચાલે છે અને આપણે એકીસાથે અનેક યોજનાઓ ઉપર કામ કરી શકીએ છીએ. તેને લીધે જ સવાર-સવારમાં પૂજા કરવાની પરંપરા બનાવવામાં આવી છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111346255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now