તારી નજીક હોવાનો અનુભવ મને એક જુદા વિશ્વમાં લઈ જાય છે, એ દુનિયામાં હું ક્યારેય ગયો જ નથી, અને મને એ દુનિયા હવે ગમવા લાગી છે, એમાંથી બહાર નીકળવાનું મને જરા પણ મન નથી થતું. પણ શું કરીએ ? સમય પણ ક્યાં સાથ આપે છે ? આ મજબૂરી નામની બીમારીએ કઈ કેટલાયના પ્રેમ અધૂરા રાખી દીધા, અને એમાં એક હું પણ આવી ગયો... જ્યારે તું મને છોડીને જાય છે ત્યારે એમ લાગે છે મારી દુનિયા મારાથી દૂર જઈ રહી છે, ત્રણ - ત્રણ વર્ષ જે ક્ષણો વિતાવવા માટે મેં રાહ જોઈ એ ક્ષણો માત્ર ક્ષણવાર માટે આવીને ચાલી જાય છે. છતાં પણ હજુ આશા છે એ દિવસની જે દિવસે હું હંમેશા માટે તારી પાસે હોઉં, તારી નજર સામે જ મારા રાત-દિવસ વીતે અને એમ જ તારા ખોળામાં માથું ઢાળી એક દિવસ દુનિયાથી વિદાય લઉં....!!!!
#કેપ્ટન @શ્યામ