ઋણ
વિહોણીએ દર્દ પીધું સહજતાથી અંગ ધારી
છતાં એણે પ્રેમ આપ્યો ભાવ ઘોળ્યા રંગ સારી
નરમ ગરવા પર્ણ ખરતા ત્યાંજ નવલું આજ લળતું
જતા નો ઉપકાર જોયો અને નિશ્ચિત કાજ મળતું
પાનખરનું ઋણ વસંતો વાય પંચમ શાખ શાખે
સરે પીળું ઉગે લીલું ગાય પંચમ ગાન ગાને
બધા વૃક્ષ હતા રૂક્ષ શોક ભીના સળે સળમાં
મળ્યો મોકો હરખ ભરવા ફરી વળતી કળે કળમાં
જીવ આવ્યો ફુટી કૂંપળ ઋજુ ખિલતા પાન આપ્યા
રૂપ લજ્જા લઢણ સાથે કળી મ્હોરી કાજ પામ્યા
પાનખરનું ઋણ વસંતો------
આરતી બક્ષી.
આરતી બક્ષી.