દૂર બેઠો પણ હું તારી સંગ છું,
ઉતરું ના એવો હું નભ રંગ છું.
હું જમાનાને જાણીને બેઠો ,પણ
એના લીધે આ હૃદયથી ભંગ છું.
જિંદગીના અર્થો શોધું છું સતત,
આંસુ તો ક્યારેક હું ઉમંગ છું.
આથમો છો ત્યાં લગી દોડે જીવન,
જાગતા શું? ઊંઘતા પણ જંગ છું.
જોઉં છું શું થાય છે જગમાં બધે,
આગ લાગી ,દાઝયો અંગે અંગ છું.
આ વિચારો નીચા થાતા જોયા છે,
માનવી બોલ્યો હું ત્યાંથી 'પંગ છું.
રાહની ચિંતામાં ભૂલ્યા રાહને,
આ તબા જોઈને હું પણ દંગ છું.
દૂરથી મુજ તાગ ના પામો કદી,
પાસ આવી ડૂબો હું સત્સંગ છું.
જાણવા જેવી કહાની છે મારી,
જિંદગીમાં ડૂબતો અભિનવ ઢંગ છું.
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ