દેવો ના એ દેવ છે, મહાદેવ કહેવાય,
બ્રહ્મા ,વિષ્ણુ, મહેશ ત્રીદેવ પૂજાય.
હિમાલયે બિરાજતા કૈલાસના નિવાસી,
શિર પર બાંધી જટામાં ગંગાને સમાવી.
ૐ નમઃ શિવાય મંત્રજાપે થતા એ રાજી,
સૌથી ભોળા દેવ એવા એ પિનાકપાણિ
મહામાસ કૃષ્ણપક્ષે ત્રયોદશી ની રાત્રી
કૃપા ફળે મહાદેવની જાપ જપે શિવરાત્રી.