14 ફેબ્રુઆરી
આજનો શબ્દ - માતૃભાષા
*વિજેતા ક્રમાંક પ્રથમ 1⃣*
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
માતૃભાષા
જન્મે છે માતૃભાષા બે વાર.
માતા ના ઉદર માં,ને શુદ્ધતા માં!જરૂરી છે જોડણી, વિરામચિહ્નો
જરૂરી છે સ્પષ્ટ લખાણ, ને ઉચ્ચાર!
સંલગ્ન છે માતૃભાષા લાગણી સાથે
જેના દ્વારા કરી શકાય છે વ્યક્ત
કલ્પના, આવેગ, ગુસ્સો, નફરત
અને પ્રેમ ના શબ્દો પણ .
છે માતૃભાષા વિશાળ સાગર સમ
જોડણી, વિરામચિહ્નો છે એનો કિનારો,
લગાવીએ જો ડૂબકી મરજીવા સમ,
મળે છે ,માતૃભાષા રૂપી મોતી,
ને તરી જવાય છે, માતૃભાષા રૂપી સાગર!!
શુકલ નિશા એચ હની ભુજ. કચ્છ.