ગંગાસતી ની વાણી...૫૧
🍀🍀🍀🍀🍀🍀🍀
કળજુગ આવ્યો હવે કારમો રે,તમે સુણજો નર ને નાર
ભક્તિ ધરમ તે માંહે લેપાશે,રહેશે નહીં તેની મર્યાદ
કળજુગ...
ગુરુજીના કહેવા ચેલા નહિ માને રે,ઘેર ઘેર જગાવશે જ્યોત રે
નર ને નારી મળી એકાંતે બેસશે,રહેશે નહીં આતમ ઓળખાણ
કળજુગ...
વિષયના વેપારમાં ગુરુજીને વામશે,જુઠા હશે નર ને નાર રે
આદિ ધરમની ઓથ લેશે ને,નહિ રાખે અલખ ઓળખાણ રે
કળજુગ...
એકબીજાના અવગુણ જોવાશે ને,કરશે તાણાવાણ રે
કજિયા ક્લેશની વૃદ્ધિ થાશે ત્યારે,નહિ આવે ધણી એને દ્વાર રે
કળજુગ...
સાચા મારા ભાઈલા અલખ આરાધે,ઘણી પધારે એને દ્વાર રે
ગંગાસતી એમ બોલિયાં રે,તમે કરજો સાચા કેરો સંગ રે
કળજુગ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻