આજે ૨૧ ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ માતૃભાષા એટલે માતા દ્વારા શિખવાડવામાં આવતી ભાષા બાળક જન્મે અને બોલ તો થાય એ ભાષા એટલે માતૃભાષા અંગ્રેજી ભાષાની ઘેલછામાં આજનો યુવાધન માતૃભાષાને અવગણે છે પરંતુ બીજી ભાષા શીખવા માટે માતૃભાષા ની જરૂર પડે મહાત્મા ગાંધીજી હંમેશા કહેતા પ્રારંભિક શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ આજે હું એક અંગ્રેજીના શિક્ષક તરીકે જાહેરમાં કહું છું કે મારે અંગ્રેજી ભાષા શીખવાડવા માટે માતૃભાષામાં જ અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવું પડે છે ટૂંકમાં અંગ્રેજી ભાષા એ કામ ની ભાષા છે જ્યારે ગુજરાતી ભાષા માતા ની ભાષા છે ગુજરાતી ભાષામાં ગાળ બોલવી એટલે આપણી માતૃભાષા નું અપમાન કરવું ગુજરાત માં રહેવું ગમે ગુજરાતી હોવાનું ગૌરવ ગમે ગુજરાતી ભોજન ગમે તો આપણને આપણી માતૃભાષા ગુજરાતી નું ગૌરવ હોવું જ જોઈએ રાજ્ય સરકાર દ્વારા પણ ફરજિયાત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ