અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે , આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે , અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે? સમજાવ સ્હેજ એને છેટા રહે , નહીંતર તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે , વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે, અડીખમ વરસાદ, ટાઢ, તડકો સઘળુ પસાર થાશે પંખીની જેમ હું પણ બેસીશ એની માથે સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે.
#આઝાદ