"મારું પ્રિય પ્રાણી -વાઘ" આ વિષય પર નિબંધ લખો.
ઘુઘો-(ધોરણ 7મું બ)----
વાઘ મારું પ્રિય પ્રાણી છે.
વાઘના શરીર પર પટ્ટા હોય છે.
વાઘના શરીર પર પટ્ટા ભલે હોય
તોય તે પટ્ટો પહેરતો નથી.
કારણ...વાઘ એક પ્રાણી છે,
અને માટે તે પેન્ટ પહેરતો નથી.
કોઈ પણ પ્રાણી પેન્ટ પહેરતા નથી.
ફક્ત માણસ જ પેન્ટ પહેરે છે.
પેન્ટ ઢીલું હોય તો જ પટ્ટો પહેરવો પડે છે,
નહીં તો પટ્ટાની કોઈ જ જરૂર નથી હોતી.😂😂
નાનપણમાં જો હું નાપાસ થતો, તો મારા પપ્પા મને પટ્ટાથી મારતા,
પણ હવે નથી મારતા.
ધારાવીમાં પટ્ટા ખુબ જ સસ્તા અને સરસ મળે છે. પણ
મને ચામડાના પટ્ટા કરતા વાઘના પટ્ટા વધુ ગમે છે.
વાઘને ચાર પગ હોય છે
પરંતુ હાથ એક પણ નથી હોતો.
તે છતાં ય કોઈ તેને અપંગ કે લુલો કહીને ચીડવતું નથી..
કારણ કે તે વાઘ છે.😂😂
વાઘને અંગ્રેજીમાં ‘ટાયગર’ કહેવાય.
મારા એક મિત્ર
બંટીના કુતરાનું નામ પણ ટાયગર છે. પણ
મારા મિત્રનો એ કુતરો વાઘ નથી,
કારણ..તેના શરીર પર પટ્ટા નથી,
અને તેને વાઘની જેમ ત્રાડ નાખતા પણ નથી આવડતું.
તે એકસરખો બસ ભસતો જ રહે છે. ભો..ભો -ભો..ભો..ભો😂😂
આ
તેની ભસવાની સ્ટાઈલ છે.
અમારા પાડોસમાં રમેશ નામના એક મરાઠી અંકલ રહે છે.
તેમનું આખું નામ રમેશ પાંડુરંગ વાઘ છે.
હું અને
બંટી તેમને વાઘકાકા કહીને બોલાવીએ છીએ.
અમારી સોસાયટીની મીટીંગમાં જો વાઘકાકા હાજર
ન હોય તો બધા કહે છે કે -અરે કોઈ વાઘને બોલાવો.
કારણ..સાચા વાઘને જોઈને તો બધાની હવા ટાઇટ
થઇ જાય છે. સાચા વાઘથી તો બધા ગભરાય છે, પણ
વાઘકાકાથી કોઈ નથી ગભરાતું કારણ તેઓ એકદમ
સીધાસાદા છે. વાઘકાકા, આય લવ યુ.😂😂
વાઘકાકા પ્યોર શાકાહારી છે. પણ ઓરિજીનલ વાઘ
તો એકદમ નો-શાકાહારી હોય છે. ઘણા લોકો કહે છે
કે ચિકન-ટીક્કા, ચિકન-લોલીપોપ, ચિકન-ફ્રાઇડ,
ચિકન ફ્રાઇડ-રાઈસ આ બધી આઇટમ એકદમ
ટેસ્ટી હોય છે. પણ મેં તે ચાખી નથી કેમ..કે
મારી મમ્મી ખીજાય.😂😂
સાચા વાઘની મમ્મી નથી ખીજાતી તો પણ વાઘને આ
બધી આઇટમ ટેસ્ટ કરવા નથી મળતી, કારણ કે તે
જંગલમાં રહે છે, ત્યાં ચિકન ના મળે, અને એટલે જ તે
બીજી ડીશીસ પર હાથ મારે છે.
મતલબ કે, પગ મારે છે
કારણ..વાઘને હાથ નથી હોતા.
વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે.
અમુક લોકો વાઘનો શિકાર કરે છે
એ મને નથી ગમતું, કેમ કે
ટીવીવાળાઓ કહે છે કે
દુનિયામાં વાઘની સંખ્યા ઘટતી જાય છે. મેં એકવાર
એક એસએમએસ વાંચેલો કે
દુનિયામાં છોકરીઓની સંખ્યા પણ ઘટતી જાય છે
તો વાઘની પહેલા આપણે છોકરીઓને બચાવવી જોઈએ
કારણ..બાઈકપર પાછળ બેસાડવા છોકરી જોઈએ, વાઘ નહીં.વાત સાચી છે, પણ તોય મને લાગે છે કે વાઘને પણ
બચાવવા જોઈએ કારણ તેના શરીર પર પટ્ટા હોય છે
જે ખુબ જ મસ્ત હોય છે.
તો ચાલો આપણે બધાં પ્રતિજ્ઞા લઈએ, કે આજથી આપણે
કોઈ વાઘનો શિકાર નહિ કરીએ.