કાશ્મીરની ગલીઓ
આજ પણ એ ગલીઓ એ બન્નેના મૌન વાર્તાલાપોથી ગુંજે છે.
આજ પણ એ ગલીઓમાં એ બન્નેની નજરો એકબીજાને શોધે છે.
આજ પણ એ ગલીઓને એ બંનેના અવાજો શોરગુલ બનાવે છે.
આજ પણ એ ગલીઓ એ બંને દ્વારા અપાયેલ ગુલાબની મહેકથી તરબતર છે.
આજ પણ એ ગલીઓ એ બંનેના મુક પ્રેમસ્વીકાર ની સાક્ષી છે.
આજ પણ એ ગલીઓમાં એ બંનેની પ્રેમગોષ્ઠિઓ ખુણેખૂણામાં પ્રસરેલી છે.
આજ પણ એ ગલીઓને એ બન્નેના હાસ્યના મલકાટની રાહ છે.
આજ પણ એ ગલીઓ એ બંનેના ધીમા ડૂસકાથી ધ્રૂજે છે.
આજ પણ એ ગલીઓ એ બંનેના રાતોરાતોના ઉજાગરાની સાક્ષી છે.
આજ પણ એ ગલીઓ એ બંનેના મુક પ્રેમની સાક્ષી છે.
આજ પણ એ ગલીઓમાં એ બંનેના પ્રેમની કસમો લેવાય છે.
આજ પણ એ ગલીઓની હવા એમના પ્રેમના રંગે રંગાયેલી છે.
આજ પણ એ ગલીઓ.. કાશ્મીરની ગલીઓ.....
એ બંનેના ભયાનક મોતની સાક્ષી છે..........
એક બ્રાહ્મણ છોકરી અને એક મુસ્લિમ સૈનિક..............
- પ્રાચી પટેલ..