જતી રહી એ દુઃખ કેરી કાળી રાત,
અને સામે ઉભી સોનેરી પરભાત.
વીતેલું બધું ભૂલી જાજો
હવે નવી કરવી છે શરૂઆત.
નવો દિવસ ને કેવું તેજ આપે આ રવી નાં કિરણ,
લીલું આજે લાગે વન વૃક્ષો થકી અને દૂર થયું દુખો કેરું રણ.
નવા પુષ્પો પુણ્ય ના જ ઉગસે એવી કામના સૌ કોઈ કરો,
બેસુરી એ માનવતા ની ધૂન માં માણસાઈ કેરી ધૂન પૂરો.
લિ.ભાવેશ રાવલ