દુનિયામાં સૌથી વધારે દુઃખ શેેનાથી પહોંચે છે.??
એકે કહ્યું, "બ્રેકઅપ."
તો
બીજો કહે, "એકતરફી પ્રેમ."
તો વળી
ત્રીજો કહે, " તૂટેલી દોસ્તી."
ચોથો કહે, " જ્યારે માં બાપની અભિલાષાઓ પરિપૂર્ણ ના કરી શકો."
અંતે પાંચમો દુઃખ ભરેલા હાસ્ય સાથે બોલ્યો.
"જ્યારે તમારે આ બધું જ ભોગવવાનું થાય એ પણ વગર વાંકે."
તેની આંખોમાં એક અલગ પ્રકારની ઉદાસી ને ચમક હતી..
- પ્રાચી પટેલ