મળે તો મળવા દેને
તારી યારી ગમતી’તી ને ગમેય છે,
ખારાશના ખાબોચિયા છલકે છે તો છલકવા દેને.
આમ તું નાની અમથી વાતોમાં રીસાયા ના કર,
મન એક મેક ને મળે છે તો મળવા દેને.
હતી આશ તનેય મોલ લૂંટવાની ને,
એ આજ કાલ મન લૂંટે છે તો લૂંટવા દેને.
એને ક્યાં ખબર હતી કે દર્દનેય દીવો જોવે છે,
પ્રીતના કાંટા તણો હૈયે ખટકે છે તો ખાટકવા દેને.
અધિરાપણું સહેજ ગમતું નથી એને ને,
એ નિરવ ચિત્તે મનને ચણે છે તો ચણવા દેને.
નરેન્દ્ર જોષી.