હમીરસર નું સૌંદર્ય
કોણે કીધું તું તળાવ છે !
તું તો છે એકલતા નો સાથ.....
પરિચય હું આપું કેવી રીતે....
કોણે કીધું તું તળાવ છે !
તું તો છે રૂપ નો અંબાર...
એક વાર જોવું તો નિહાળ્યા કરું
કોણે કીધું તું તળાવ છે !
હું નથી માનતો કેમ કે
તું તો છે વિચારો નો આવમ
હું તને કેમ ના ઓળખી શક્યો !
કોણે કીધું તું તળાવ છે !
હું નથી માનતો કેમ કે
તું તો પરિચય છે શબ્દો નો
તારા વચ્ચે જ્યારે હું બેસું
તો હું બે ઘડી વિચારું છું !
કોણે કીધું તું તળાવ છે !
હું નથી માનતો કેમ કે
તું તો છે સૌંદર્ય નું દર્શન
તારા મા સંતાયુ છે રહસ્ય
કોણે કીધું તું તળાવ છે !
હું નથી માનતો કેમ કે
હું નથી પરિચિત તારા થી
એટલે વિરામ આપું હું વાણી ને
કોણે કીધું તું તળાવ છે !
હું નથી માનતો
હરપાલસિંહ પીપણ