બે-ચાર ક્ષણ કાઢી ને ફરવા તું આવ
સમયને વઢીનેય મને ભેટવા તું આવ
હોઈ શકે સમસ્યા રૂબરૂ આવવામાં
એકાદ સપનામાં મને મળવા તું આવ
ખીચડી તણો એ પ્રેમ છે આપણો,
મગ બની ચોખાને ભળવા તું આવ.
રળું છું એકલો તારા પ્રેમ ની યાદમાં,
થઈ ભાગીદાર સંગાથે રડવા તું આવ.
કુદરત રમતી ભલે રમતો આપણી સાથે,
કરવાને થપ્પો મને અડવા તું આવ.
જોઇ છે તારી વાટ મેં કેટલાયે વરસો,
એકાંતના આ તપ ને પૂરું કરવા તું આવ.
ભલે હોય સૂરજ કેટલોય દૂર મુજથી,
તેજ થઈને તોય મને સ્પર્શવા તું આવ.