એક રાતે એકાંતમાં
હું
કવિતા લખવામાં વ્યસ્ત હતો.
અને અચાનક ક્યાંકથી
ઉડીને આવ્યું એક પતંગીયું.
તેને સહસા અવગણીને
હું તો તલ્લીન રહ્યો
મારી કવિતામાં
સવારે
એ પતંગીયું
મૃત પડ્યું હતું
પુષ્પો વચ્ચે
આપણે આપણા
શબ્દોમાં વ્યસ્ત રહીએ છીએ.
આંગણ અજાણતા આવી ચડેલી
કોઈની સંવેદના મરીજાય છે.