મારું મન...
આખો દિવસ તારો ચહેરો નિહાળવા નું કહે મારું મન, હંમેશા તારી પલકો નીચે રહેવા નું કહે મારું મન, તે મને આટલી સુંદર જિંદગી આપી છે, તેથી હંમેશા તને માન આપવા નું કહે મારું મન, હંમેશા બધા ની ચિંતા કરતી,તારી પણ ચિંતા કરવાનું કહે મારું મન, સવાર થી સાંજ સુધી સતત કામ કરતી, આ બધા જ કામોમાં મદદ કરવાનું કહે મારું મન, મારા બધા જ અરમાનો અને કોડ પૂરા કર્યા, મને ખબર છે કે હું તારો આ અહેસાન નહી ચૂકવી શકું, છતાં તને હંમેશા શક્ય એટલી ખુશી આપવાનું કહે મારું મન, જિંદગી માં સૌથી મોટો ઉપકાર કર્યો હે 'માં` તને કોટી કોટી વંદન કરવાનું કહે મારું મન......