તું મને નફરત કરે તો
હું પણ તને નફરત કરું
એવો હલકો પ્રેમ મારો નથી
તું બેવફાઈ કરે તો
હું પણ બેવફાઈ કરું
એવો નીચો પ્રેમ મારો નથી
તું લાગણી સાથે રમત રમે
તો હું પણ લાગણી સાથે રમુ
એવો ગયેલો પ્રેમ મારો નથી
તું મને છોડી બીજા જોડે
દિલ બહેલાવે તો
હું પણ બીજા જોડે દિલ બહેલાવું એવો
હલકો પ્રેમ મારો નથી
મારો પ્રેમ તો શાશ્વત, સમર્પિત છે મારા કિશન ને