ના અક્ષર નો અહેસાસ શોધે છે, શાયર બનવા લોકો ખાલી પ્રાસ શોધે છે
તૂટેલાં દિલને કે તૂટેલાં અરીસાને પૂછો, એક ‘કાશ’ ને તો એક ‘કાચ’ ને શોધે છે
જીવતા જ છીએ એની જાણ કરો, અજાણ્યા અમારી મરેલી લાશ શોધે છે
પહેલાં બાળી ને બધા વૃક્ષો, માણસ હવે શુદ્ધ શ્વાસ શોધે છે
એકાંત જ આવી ગયું માફક, બાપુ ના તો હવે સાથ કે સહવાસ શોધે છે