*એક ચેહર માવડી*
ચેહર મા મારી વિનંતિ લેજો સ્વીકારી,
મારા જીવનની નાવ લેજો હંકારી..
ચારેકોર ઘોર અંધારું છે
હું તમને પુકારું છું,
સાંભળીને સાદ વાયુ વેગે આવતાં ચેહર માવડી.
ઘણી બધી તકલીફો મારા જીવનમાં,
પણ તમારી કૃપા દ્રષ્ટિ થી દુઃખ દૂર થયાં ચેહર માવડી.
ગોરના કૂવે તમારો વાસ મારી ચેહર મા,
દર્શન કરવાથી પણ દુઃખ દૂર કરે છે મારી ચેહર મા.
માઈ ભક્ત રમેશ ભાઈ અને સેવકો વિનવણી કરે માવડી,
આ કળિયુગમાં તમારાં ભક્તો ને લહેર કરાવજો ચેહર માવડી...
ભાવના ભટ્ટ અમદાવાદ....