Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Check Out The Rules For Shabyatra

રસ્તામાં શબ યાત્રા દેખાય તો કરો આ 1 કામ, ચોક્કસ પૂર્ણ થશે દરેક કામના

ભગવદ ગીતામા ભગવાન કૃષ્ણએ કહ્યુ છે કે મૃત્યુ એક એવું સત્ય છે જેને ટાળી શકાતું નથી. જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. સામાન્ય જીવનમાં આપણને માર્ગમાં કેટલીક વખત શવયાત્રા દેખાય છે, પણ શું તમે જાણો છો કે શવયાત્રાને જોઈને તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે. ધર્મશાસ્ત્રોમા જણાવવામાં આવ્યુ છે કે શવયાત્રા દેખાય તો વ્યક્તિએ શું કરવું જોઈએ. અહીં અમે જણાવી રહ્યા છીએ શાસ્ત્રો મુજબ શવયાત્રા જોવામાં આવે તો શું કરવું જોઈએ.

અર્થીને પ્રણામ કરવું

તમે જોયું હશે કે શવયાત્રા નીકળતી જોઈને માર્ગમાં કેટલાક વ્યક્તિ તેને પ્રણામ કરે છે અને શિવ-શિવ બોલે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે મૃતાત્માએ શરીર છોડયુ છે તે પોતાની સાથે પ્રણામ કરનાર વ્યક્તિના બધાં કષ્ટો, દુઃખો અને અશુભ લક્ષણોને લઈ જાય છે.

સાથે જ આ પ્રાર્થના છે કે મૃત વ્યક્તિને શિવ એટલે કે મુક્તિ મળે. આ નિયમ એવો છે જેને અપનાવાથી વ્યક્તિને લાભની પ્રાપ્તિ તો થાય જ છે સાથે જ ભટકતી આત્માને શાંતિ પણ મળે છે.

મનુસ્મૃતિ મુજબ કોઈ પણ વ્યક્તિનો શવ લઈ જતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે માર્ગમાં ગામ જરૂર આવે.

મૃત આત્મા માટે પ્રાર્થના કરવી

શવયાત્રાને જોઈને ત્યાંથી પસાર થતાં કેટલાક લોકો થોડી વાર માટે રોકાઈ જાય છે અને ઈશ્વરથી પ્રાર્થના કરે છે. આ હિન્દુ ધર્મનો એક પ્રમુખ નિયમ છે જે મુજબ શવયાત્રા જોઈને આપણે મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ, આમ કરવાથી મૃત આત્માને શાંતિ મળે છે.

ધાર્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત જ્યોતિષની ભાષામાં પણ શવયાત્રા જોવું શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિ શવયાત્રા જોય છે તો તેના રોકાયેલા કાર્ય પૂરા થવાની શક્યતા બને છે. તેના જીવનમાંથી બધાં દુઃખ દૂર થાય છે અને તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.

યજ્ઞ સમાન પુણ્ય મળે છે

પુરાણો મુજબ જે વ્યક્તિ બ્રાહ્મણની અર્થી ઉપાડે છે તેને દરેક પગલાં પર એક યજ્ઞ કર્યા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. માત્ર પાણીમાં ડુબકી લગાવાથી તેનું શરીર પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કોઈ બ્રાહ્મણ અન્ય બ્રાહ્મણની અર્થીને પોતાના સ્વાર્થ અથવા પૈસા માટે ઉઠાવે છે તે 10 દિવસ સુધી અશુદ્ધ રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111343871
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now