English Quote in Thought by Sandeep Thakor

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://amzn.to/2wEsdGN

કોણે લખ્યું ખબર નથી પણ ખરા અર્થ માં કહું તો '' સુખ " શોધ્યું છે.

પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો ઈંતઝાર રહેતો હતો,

પૈસા ઓછા હતા. ઘર નાનુ હતું.
સગવડો ન્હોતી પણ સુખ હતું.

(1) આમ તો મહિનો છેલ્લે દિવસ આવે તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી. એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.

(2) ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે.. મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ,
આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.

(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ. જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે. મોડા સુધી જાગતા. મહેમાન જાય ત્યારે તેમને છેક બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું.

(4) વેકેશનમાં પણ સુખ હતુ. મામાના ઘરે. કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.

(5) સ્કુલ બેગ એટલે એમાં કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલીના ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.

(6) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, નકામી માચીસ ઉપરના ફોટા, લખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.

(7) ફિલ્મ જોવી એટલે એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ, ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે.. અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.

(8) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા, જો પહેલી પંગતમાં જમવા માટે વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.

(9) નવા કપડા તો દિવાળીમાં જ મળે, તેમાં પણ કપડાં સસ્તા મળતા એટલે લેવા જવાનું, દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરત ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.

(10) આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ. એકના ઘરે ફોન હતો. કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા.

આજે સમજાય છે કે
સુખ સગવડોમાં ન્હોતુ
નાની નાની વાતો સુખી કરતી હતી,
કારણ કે ત્યારે આખર તારીખ આવતી હતી,

આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી.
આજે મોટુ ઘર છે, ટીવી છે, બેન્ક બેલેન્સ છે છતાં.
આપણે શોધીએ છે સુખને.

English Thought by Sandeep Thakor : 111343706
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now